ગ્વાલિયર – Gwaliar

ગ્વાલિયરની પ્રસિદ્ધતા અહીંયા બનેલા ગોપાચલ દુર્ગથી છે. આ દુર્ગના નામથી જ આનું નામ ગ્વાલિયર કહેવાયું. આ નગરી પોતાની પ્રાચીન ઐતિહાસિક પરંપરાઓ, પોતાના સુંદર દ્રશ્યો અને મધ્યપ્રદેશમાં એક મહાન સાંસ્કૃતિક, ઔદ્યોગીક અને રાજનીતિક કેન્દ્રના રૂપમાં પોતાની મહત્તાને લીધે પ્રખ્યાત છે. સમુદ્ર તટથી આની ઉંચાઈ 679 ફુટ છે.

આમાં ત્રણ બસ્તીઓ (ઉપનગર) ગ્વાલિયર, મુરાર અને લશ્કરનો સમાવેશ થાય છે. ગ્વાલિયર પર્વત વિસ્તારના ઉત્તરમાં, લશ્કર ઉપનગરની નીવ ઈ.સ. 1810 બાદ દૌલતરામ સિંધિયાની ફૌજી છાવણી (લશ્કર) કારણે કિલ્લાના દક્ષિણમાં પડી અને મુરાર જે કિલ્લાની પુર્વમાં આવેલ છે તે પહેલાં બ્રિટિશની છાવણી હતી.

ગ્વાલિયર ભારતવર્ષમાં મધ્ય ભાગમાં તથા મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં છે. મધ્ય દેશ નામ હકીકતમાં ભારતના મધ્ય ભાગમાં આવેલ ભૂ-ભાગનું સુચક છે. આ મધ્ય દેશમાં ઉત્તર ભારતનું આખુ તે મેદાન આવે છે જે વિંધ્ય પર્વતમાળાથી નીકળનારી નદીઓ અને તેની સહાયક નદીઓનું ક્ષેત્ર કહેવાય છે.

દેશના આ ભાગમાં દેશના દક્ષિણ ભાગની વિંધ્ય પર્વતમાળા અને સતપુડા પહાડની વચ્ચેનો ભાગ પણ આવે છે. મધ્ય ભારત જ મધ્ય દેશનું સમવર્તી છે. ભૌગોલિક મધ્ય ભારતની સીમાઓ લગભગ તે છે જેમને પ્રાચીન પરંપરાઓમાં મધ્યપ્રદેશ કહેવામાં આવતી હતી.

મધ્ય ભારત ભૂમિનું હૃદય સ્થળ છે તથા ગ્વાલિયર તે મધ્ય ભાગનું પુણ્ય તીર્થસ્થળ ગઢ ગોપાચલ, તીર્થરાજની મણિમાલાનો મણિ છે. શતાબ્દીઓથી આ પુણ્યભૂમિ ઈતિહાસ, કલા તેમજ સંસ્કૃતિની ક્રીડા ભૂમિ રહી છે. ગ્વાલિયર 25 ડિગ્રી- 40 ડીગ્રીથી 26 ડીગ્રી-21 ડીગ્રી ઉત્તરી અક્ષાંશ તેમજ 77-40 ડિગ્રી પુર્વી દેશાંતરની વચ્ચે આવેલ છે. મધ્યકાળમાં ગ્વાલિયર ક્ષેત્રમાં ગ્વાલિયર નગર જ પ્રસિદ્ધ સ્થળ હતું.

Source Link: http://gujarati.webdunia.com

This entry was posted in Gujarati, Miscellaneous, Places and Buildings, Religion and Spirituality. Bookmark the permalink.